બે પંટરોને મોબાઈલ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા: આઈ ડી આપનાર બે બુકીની શોધખોળ
Rajkot,તા.20
શહેરના કુવાડવા રોડ પર આવેલા નાગબાઈ પાનવાડી શેરીમાં અને કોઠારીયા મેઇન પર આવેલી તિરુપતિ સોસાયટી ના ગેઈટ પાસે જાહેરમાં હાલમાં ચાલતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે પંટરોને બે મોબાઈલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ, આ ઈડી આપનાર બે બુકીઓની શોધખોળ હાથ ધરી છે. હાલમાં આઈ પી એલ ક્રિકેટ મેચની સીઝન ખુલી છે ત્યારે, પટરો અને બુકીઓ મેદાનમાં ઉતરી ગયા છે. સામે પોલીસ તંત્ર પણ સજાગ બની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સો પર વોચ રાખી છે.ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કોઠારીયા મેઇન રોડ પર આવેલી તિરુપતિ સોસાયટી ના ગેઇટ પાસે એક શખ્સ ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ પી આઇ એમ આર ગોંડલીયા ટીમ બાતમી મળેલા સ્થળે પહોંચી મોબાઇલમાં ઓનલાઇન દિલ્હી કેપિટલ અને ગુજરાત ટા ઇન્સ વચ્ચે ચાલતા ટી 20 20 મેચ પર સટ્ટો રમતો સહકાર મેઇન રોડ પર આવેલી સાધના સોસાયટી શેરી નંબર ૧ ,બ્લોક નંબર ૩૮માં પંચનાથ મકાનમાં રહેતો શ્યામ પરસોતમભાઈ પટેલ નામના વેપારીને ઝડપી લીધો છે. ઝડપાયેલા શખ્સની પૂછ પરછ કરતા તેને રાજકોટમાં રહેતો કિશન અજાણી નામના બુકી પાસેથી આઈ ડી મેળવી શેટ્ટી રમતો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે કિશન વિરૂદ્ધ ગીનો નોંધી શોધ ખોલ હાથ ધરી છે.બીજો દરોડો કુવાળા રોડ પર આવેલા નાગબાઈ પાન વાળી શેરીમાં પાડી, હાલમાં ચાલતા આઈ પી એલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો , કુવાડવા રોડ પર આવેલા મારુતિ નગર શેરી નંબર ૩માં રહેતો અને ઇમિટેશનનો ધંધો કરતો ગૌતમ સુરેશભાઈએ રામાણી નામના શખ્સને મોબાઈલ સાથે ઝડપી લીધો છે. ગૌતમની પૂછ પરછ કરતા તેને રાજકોટમાં રહેતો અનિલ મચ્છાભાઈ ગોલતર પાસેથી આઈ ડી મેળવી જુગાર રમાડતો હોવાની કબૂલાત આપી હતી. પોલીસ અનિલ ગોલતર વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.