Jamnagar તા ૧૨
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પી.આઈ. વી.એમ. લગારીયા અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ધ્રોલ તાલુકાના રોજીયા ગામ માં આવેલી સંજયસિંહ જસુભા જાડેજા ની વાડીમાં જામનગરના સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર બંને જણા મળીને ઘોડીપાસાની મીની કલબ ચલાવી રહ્યા છે, અને જામનગર પંથકમાંથી કેટલાક જુગારીયાઓ ત્યાં જુગાર રમવા માટે આવે છે.
જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડી એ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ભારે નાસભાગ થઈ હતી. પોલીસે દરોડા દરમિયાન આઠ આરોપીઓ સુખદેવ સિંહ મહેન્દ્ર સિંહ વાઢેર ઉપરાંત ભરત વજશીભાઈ ડાંગર, અનવરમિયા આમદમિયા ફકીર, જાવેદ અલીમામદભાઈ બ્લોચ, મુસ્તુફા કાસમભાઇ ખીરા, મહેશ નરસિંહભાઈ ધાપા, આસિફ યુનુસભાઈ ખફી તેમજ અજીજખાન આમદખાન સરવાણી વગેરેની અટકાયત કરી લીધી છે.
જેઓ પાસેથી ૨,૦૨,૮૫૦ ની રોકડ રકમ આઠ નંગ મોબાઈલ ફોન અને કાર સહિત રૂપિયા ૯,૪૨,૮૫૦ ની માલમતા કબજે કરી લીધી છે.
પોલીસે પાડેલા દરોડા દરમિયાન હિતેન્દ્રસિંહ ઉર્ફે મીથુન ઝાલા સંજયસિંહ જસુભા જાડેજા, સિધ્ધરાજસિંહ જટુભા જાડેજા અને દિનેશ નામના જામનગરમાં એક શખ્સ વગેરે ભાગી છુટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે. અને પોલીસ શોધખોળ ચલાવી રહી છે.