ખેતરમાં મગર દેખાતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘણી મહેનત બાદ મગરનું રેસ્ક્યું કર્યું હતું
Dhoraji ,તા.૮
ભારે વરસાદ વચ્ચે રાજકોટના ધોરાજીમાં મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ધોરાજીનાં ભાદર નદી જુના ઉપલેટા રોડ તરફ જવાના રસ્તે ખેતરમાં મહાકાઈ મગર ચડી આવી હતી. ધોરાજીનાં રસીક ભાઈ વાગડીયાની વાડી જુના ઉપલેટા રોડ પર ભાદર નદીના પુલ નજીકમાં ખેતરમાં મહાકાઈ મગર દેખાઈ હતી.ધોરાજીનાં ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ફોરેસ્ટ વિભાગની ટીમે કર્યું રેસ્ક્યું
મહાકાય મગર દેખાતા જ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ખેતરમાં મગર દેખાતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘણી મહેનત બાદ મગરનું રેસ્ક્યું કર્યું હતું. આ મગર અંદાજે ૮થી ૧૦ ફુટ અને સો થી સવસોનો વજન ધરાવતી હતી અને આ મગરનું રેસ્ક્યુ કરીને તેને યોગ્ય સ્થળે મુકવામાં આવી છે. મહાકાય મગરનું દોરડાથી બાંધીને રેસ્કયું કરાયું હતું.
તમને જણાવી દઈએ કે, ધોરાજીનાં ખેતરમાં મહાકાય મગર જોતા જ લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા હતા અને લોકોએ આ મગરને તેની સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમની મદદ લીધી હતી. અગાઉ પણ ધોરાજીમાં મગર દેખાયો હતો.