New Delhi,તા.24
અહીં પ્રદુષણ સામે લોકોએ ગઈકાલે રવિવારે ઈન્ડિયા ગેટ પાસે દેખાવો કર્યા હતા. આ દેખાવો દરમિયાન દેખાવકારોએ તાજેતરમાં માર્યા ગયેલ 1 કરોડના ઈનામી નકસલી હિડમાના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા અને પોલીસ પર મરચાનો સ્પ્રે પણ છાંટયો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
પોલીસે આ દેખાવકારોને હટવાની સૂચના આપી હતી પણ તેમણે આદેશોનું પાલન નહોતુ કર્યું. બાદમાં પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે દેખાવકારોને સુરક્ષિત રીતે હટાવવાની કોશિશ કરી હતી.
ત્યારે અચાનક સ્થિતિ બગડી ગઈ. દેખાવકારોએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો, જેથી ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી અને હળવી ઝપાઝપી થઈ ગઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે, દેખાવકારોનો વ્યવહાર કાયદાની વિરુદ્ધ હતો. તેમના કારણે ટ્રાફીકની સમસ્યા પેદા થઈ હતી. ઘટના બાદ પોલીસે 15 દેખાવકારોને કસ્ટડીમાં લઈ પુછપરછ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે દેખાવકારો બેરીકેડ તોડીને રસ્તા પર આવી ગયા હતા.

