Morbi,તા.05
માળિયાના ગુલાબડી જતા રોડ પરથી પોલીસે દેશી જામગરી બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી.) પીઆઈ કે કે દરબારના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગુલાબડી જવાના રોડ પર એક ઇસમ શંકાસ્પદ આંટા ફેરા કરે છે જેથી ટીમે સ્થળ પર રેડ કરી આરોપી સદામ કાસમ ભટ્ટી (ઉ.વ.૩૨) રહે જુના હંજીયાસર તા માળિયા (મી.) વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી દેશી બંદુક કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે