Morbi,તા.19
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને કર્ણાટક રાજ્યના મેંગલુરૂ જીલ્લાના પનામ્બુરમાંથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં ગત તા. ૨૮-૦૮-૨૪ ના રોજ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા શ્રમિક પરિવારની સગીર વયની ૧૫ વર્ષની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી અને આરોપી તેમજ ભોગ બનનાર કર્ણાટક રાજ્યના મેંગલુરૂ જીલ્લાના પનામ્બુર ખાતે હોવાની બાતમી મળતા ટીમ રવાના કરી હતી અને મેંગલુરૂ જીલ્લાના પનામ્બુર ખાતેથી આરોપી સુજીયો કાંત ઉર્ફે શીપુ નીમાયચંદ્ર કર (ઉ.વ.૩૦) રહે રંગપર ગામની સીમ મૂળ ઓરિસ્સા વાળાને ઝડપી લીધો હતો અને ભોગ બનનાર શોધી કાઢી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે