Jammu and Kashmir,તા.30
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં એક મોટી દુર્ઘટના બનતાં ટળી છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોની બસ કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખાબકી છે. જો કે, બસમાં કોઈ જવાન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.
આ દુર્ઘટનામાં બસને બહાર કાઢવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના એસડીઆરએફ ગાંદરબલ અને એસડીઆરએફ સિંધ નદીમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. બસમાં ઉપલબ્ધ હથિયાર શોધી કાઢવામાં આવ્યા છે.
ગાંદરબલમાં થયેલા આ બસ અકસ્માતની જાણકારી એસડીઆરએફ દ્વારા આપવામાં આવી હતી. અત્યારસુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ આવ્યા નથી. દુર્ઘટનામાં બસ ડ્રાઈવરને નજીવી ઈજા થઈ હતી. જ્યારે ITBPના શસ્ત્રો બસમાં હોવાથી તેની શોધખોળ થઈ રહી છે. દુર્ઘટનાના વીડિયોમાં બચાવ ટીમની કામગીરી જોવા મળી રહી છે.