Perth,તા.25
ઓસ્ટ્રેલિયાનાં મુખ્ય કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડનું માનવું છે કે, પર્થ ટેસ્ટનાં બીજા દિવસે ઓપ્ટસ સ્ટેડિયમની પીચે ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાનાં બોલરોનાં પ્રયાસો સારાં હતાં પરંતુ પીચે ભારતીય બેટ્સમેનોની તરફેણ કરી હતી.
મેકડોનાલ્ડે ઓસ્ટ્રેલિયન બોલરોની ધારણા મુજબની સ્વિંગને અસર કરતી પિચ કેટલી ઝડપથી સુકાઈ ગઈ તેનાં પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, પ્રથમ દિવસે પીચ પર ઘાસ દેખાતું હતું જેણે બોલરોને મદદ કરી હતી. પરંતુ બીજા દિવસે આ ઘાસ ઘટી ગયું હતું.
ઘાસની પીચ પર પેસરોને ઘણી મદદ મળી અને ઉછાળો પણ જોવા મળ્યો હતો. પરંતુ બીજા દિવસે પીચે બેટ્સમેનોને મદદ કરી પરિણામે ભારતનાં બંને ઓપનર એટલે કે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ અણનમ રહ્યાં અને ટીમ ઈન્ડિયાએ કોઈપણ નુકસાન વિના 172 રન બનાવ્યાં. આ પીચનાં પરિવર્તનથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. આ રીતે એક જ દિવસમાં પીચ સુકાઇ જતાં લોકોએ પણ પીચની તસ્વીરો વાઈરલ કરી હતી.