રૈયા ચોકડીએ યુવકને છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી તી
Rajkot ,તા.17
શહેરમાં રૈયા ચોકડીએ 10 વર્ષ પહેલાં યુવકને છરીના ઘા મારવાના ગુનામાં હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ વર્ષ ૨૦૧૫ માં જીત મોડાસીયાને યુવરાજસિંહ સાથે માથાકુટ થઈ હતી. જેના સમાધાન માટે હિરેન વાળા, જીત મોડાસીયા અને હાર્દિક અગ્રાવત નાણાવટી ચોકમાં ભેગા થયા હતા. અને તે વખતે ગાળા-ગાળી અને બોલાચાલી થતા સમાધાન થયું ન હતું. ત્યારબાદ રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ હાર્દિક અગ્રાવતને યશપાલસિંહે ફોન કરી રૈયા ચોકડીએ બોલાવ્યો હતો. જ્યાં હાર્દિક અગ્રાવત ઉપર ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. જે અંગે હીરેનભાઈ વાળાએ ગાંધીગ્રામ પોલીસમાં યશપાલસિંહ બટુકસિંહ જાડેજા, મયુરસિંહ નાનભા પઢીયાર, દિવ્યેશ પ્રદિપભાઈ મયાત્રા, ભગાભાઈ બાબુભાઈ માટીયા, વિશાલ શ્રીકાંતભાઈ મહેતા, આકાશ કિરીટભાઈ જાયડા અને સંદિપ જયેશભાઈ બગથરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ફરીયાદી અને ઈજા પામનારના વકીલ દ્વારા કોર્ટમાં હત્યાની કોશીષના ગુનાની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી ચાલી જતા બંને પક્ષની રજૂઆત બાદ ફરીયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ કોર્ટે હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજીને મંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં ફરીયાદી અને ભોગ બનનાર વતી યુવા એડવકેટ મોહિત વી. ઠાકર રોકાયા હતા