Bhavnagar,તા.10
મહુવાના માઢિયા ગામે હાઈ-વે પાસે મુકેલા પીજીવીસીએલના વીજપોલીમાંથી વીજપોલ લેવા અંગે બિલડી ગામના શખ્સને પુછતા શખ્સે પીજીવીસીએલ મહુવા ગ્રામ્યના હેલ્પરને માર મારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.
પીજીવીસીએલ મહુવા ગ્રામ્ય-૧માં હેલ્પર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ ખાટાભાઈ ચૌહાણે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં બાબુ નાનજીભાઈ શિયાળ (રહે.બીલડી, તા.મહુવા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહુવાના માઢિયા ગામે હાઈ-વે રોડ પર આવેલી હોટલની બાજુમાં રાખેલા પીજીવીસીએલના થાંભલામાંથી કોઈ ૮ નંગ વીજપોલ ચોરી ગયું હતું. વીજપોલ ઢસડીને લઈ જવાના કારણે જમીન પર પડેલા લીસોટાના આધારે તેઓ બીલડી ગામે બાબુભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેને વીજપોલ લેવા બાબતે પુછતા ઉક્ત બાબુભાઈ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.