લાલા પાન સેન્ટર ની માથાકૂટ બાદ કારખાનામાં ઘુસી મોટર સાયકલમાં નુકસાન કરી બખેડો કર્યો
Gondal,તા.28
ગોંડલ મોવિયા રોડ પર લાલા પાન પાસે રાત્રે ૧૦/૩૦ વાગે સામું જોવા જેવી નજીવીબાબતે યુવાનોના બે જૂથ વચ્ચે જામી પડતા લાફા વાળી અને પાઇપ ધોકાના હુમલાની સામસામે ફરિયાદ નોંધાય છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ,૨૫/૪ રાત્રે ૧૦/૩૦ કલાકે ફરિયાદી સુરેશભાઈ સુરી પરસોતમભાઈ સોલંકી ચા પાણી પીવા રોડ ઉપર ઉભા હતા ત્યારે ત્યારે કિરીટ દિનેશ સોલંકી, અને હાર્દિક માવજી સોલંકી રૂપાવટી વાળા આવીને ફરિયાદીને કહેલ કે તું મારી સામે કેમ જો છો ?તેમ કહી થપ્પડ મારી દેતા ફરિયાદી ત્યાંથી ચાલ્યા જતા બંને શખ્સએ પાછળ જઈ લોખંડના પાઇપ થી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં સામા પક્ષે કિરીટભાઈ દિનેશભાઈ સોલંકી રૂપાવટી વાળાએ સુરીભાઈ પરસોતમ સોલંકી, હરેશ પરસોતમ સોલંકી જનક પરસોતમ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી કે ૨૫/૪ રાત્રે ૧૦/૩૦ વાગ્ય મોવિયા રોડ લાલા પાન પર ચા લેવા આવ્યા તે દરમિયાન સુરી સોલંકી એ સામું કેમ જોવે છે? તેમ કહી ઝાપટ મારી હતી અને સૂરી અને જનક એ લોખંડના પાઇપ થી હુમલો કરી ફરિયાદીના કારખાનામાં ઘૂસી જઈ હાથ પગમાં લોખંડ ના પાઇપથી હુમલો કરી ફરિયાદીની મોટરસાયકલને નુકસાન કર્યા ની વળતી ફરિયાદ નોંધાવતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ના એએસઆઈ જે કે પુરોહિતે તપાસ હાથ કરી છે