Diu, તા. ૨૨
દીવમાં બીચ ગેમ્સ ફેસ્ટીવલ-૨૦૨૫ ચાલુ છે, જે તા. ૨૪ મે સુધી ચાલશે. આ બીચ ગેમ્સ ફેસ્ટીવલમાં ભાગ લેનારા ખેલાડીઓ અને કોચમાં જબરદસ્ત ઉમંગ અને ઉત્સાહ દેખાય રહ્યો છે.
બીચ ગેમ્સ ફેસ્ટીવલમાં વિવિધ રમતો રમવામાં આવે છે. ખાસ કરીને સ્વીમીંગ સ્પર્ધામાં ફિશરીઝ અધિકારી સુકર આંજણી અને મેનેજર ખૂબજ કાળજીપૂર્વક ખેલાડીઓની કાળજી લઈ રહ્યા છે. સ્પર્ધામાં સ્વીમીંગ કરનારા ખેલાડીઓ સમુદ્રમાં થાકી જાય તો તેને તાત્કાલિક રેસ્કયુ કરવા એલર્ટ રહ્યા અને સમુદ્રમાં સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
બીચ ગેમ્સ ફેસ્ટીવલમાં ખેલાડીઓ પાસે જાણવા મળ્યું કે ખેલાડીઓને દીવ પ્રશાસન દ્વારા દરેક પ્રકારની સુવિધા મળી રહી છે. બીચ ગેમ્સ દર વરસે દીવમાં થશે તો અમો ચોક્કસ ભાગ લેશું અને એટલી મોટી ઈવેન્ટમાં દીવ પ્રશાસન સતત તકેદારી રાખી રહ્યું છે તેની પણ પ્રશંસા કરી હતી.

