બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલના પુત્રને કેસમાં મુદત પહેલા જ દંડ કર્યાની રજૂઆત કરી
Rajkot,તા.02
રાજકોટ શહેર સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેકટરે રાગદ્વેષ ભર્યો હુકમ કરી ખૂટતી સ્ટેમ્પ ડયુટી અંગે નોટિસ ફટકાર્યા બાદ સુનાવણીની મુદત પહેલા જ દસ પટ્ટનો દંડ કર્યો હોવાની લેખિત ફરિયાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગર સમક્ષ કરી છે.બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગરને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમના પુત્ર સૌમિલ પટેલે પ્રમુખ સ્વામી આર્કેડ નામે ઓળખાતા બિલ્ડિગમાં ત્રીજા માળ ઉપર મિલ્કત ખરીદી પૂરતી સ્ટેમ્પ ડ્યુટી વાપરી હોવા છતાં રાજકોટ શહેર સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેકટરે દસ પટ્ટનો દંડ કેમ ન વસુલ કરવો તે અંગેની નોટિસ આપતા આ કેસમાં દસ પટ્ટને બદલે રૂપિયા ૩૦૦ દંડ કરવા રજુઆત કરી હતી. જો કે, આ કેસમાં અધિકારી દ્વારા તા. ૩૧-૫ની મુદત આપી હોવા છતાં તા.૨૩-૫ના રોજ દંડ ફટકારતો હુકમ કરી રાગદ્વેષ રાખ્યો હોવાની ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી.