New Delhi,તા.22
ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના રાજીનામા અંગે પ્રતિભાવ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડીયા એકસ પર ત્રણ લીટીનો ટુંકો સંદેશ મુકી દીધો હતો અને આ રીતે દેશના ઉપરાષ્ટ્રપતિને વિદાય આપી હતી.
શ્રી મોદીએ પોતાના સંદેશમાં લખ્યું કે શ્રી જગદીપ ધનખડજીએ ભારતના ઉપ રાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાનો જે અવસર મળ્યો છે હું તેમના સ્વાસ્થ્યની શુભેચ્છા આપુ છું. શ્રી મોદીનો આ સંદેશ રાજકીય રીતે પણ ચર્ચાસ્પદ બન્યો છે.