Brasilia,તા.8
વડાપ્રધાન મોદી 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા છે. તેઓ અહીં રાજકીય પ્રવાસ પર છે જ્યાં તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા દા સિલ્વા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
આ મુલાકાત ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા આપવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વેપાર, સંરક્ષણ, ઉર્જા, ટેકનોલોજી અને આરોગ્ય જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં આયોજિત 17 બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભર્યું અને શિવતાંડવ સાથે સ્વાગત કરાયું છે.
વાતચીતમાં બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાં વેપાર, સંરક્ષણ, ઉર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય અને બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને બ્રાઝિલ વચ્ચેના પરસ્પર સહયોગ અને સંબંધોને નવી દિશા આપતી જોવા મળી રહી છે.
બ્રાઝિલિયા પહોંચ્યા બાદ તેઓ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને તેમની સાથે વાત પણ કરી હતી. ત્યાં વસતા ભારતીયોએ પરંપરાગત રીતે પીએમ મોદીનું સ્વાગત કર્યું, જેનાથી વાતાવરણ ઉત્સવમય બન્યું હતું.