New Delhi, તા.22
વડાપ્રધાન મોદીએ જીએસટીમાં ફેરફારોનો ઉલ્લેખ કરીને નવરાત્રિની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું હતુ કે આ વખતે નવરાત્રિનો આ શુભ અવસર ઘણો વિશેષ છે. જીએસટી બચત ઉત્સવની સાથે સાથે સ્વદેશીના મંત્રને આ દરમિયાન એક નવી ઉર્જા મળનારી છે. આ સાથે જ વડાપ્રધાને પોતાના એકસ હેન્ડલ પર પંડિત જશરાજનું એક ભજન પણ શેર કર્યું હતું.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આપ સૌને નવરાત્રિની શુભકામનાઓ સાહસ, સંયમ અને સંકલ્પના ભક્તિભાવથી ભરેલ આ પાવન પર્વ દરેકના જીવનમાં નવી શક્તિ અને નવો વિશ્વાસ લઈને આવ્યુ છે. જય માતાજી.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રિમાં આજે મા શૈલીપુત્રીની વિશેષ પૂજા-અર્ચનાનો દિવસ છે. મોદીએ વિકસીત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પની સિદ્ધિ માટે સામૂહિક રીતે જોડાઈ જવા અપીલ કરી હતી.