Guwahati.તા.24
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (LGBIA) ખાતે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યુંહતું. એક વર્ષથી ઓછા સમયમાં પરિકલ્પનાથી લઇ કાર્યાન્વિતકરવા સુધીની બાબતો સઘળી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એક અકલ્પનીય વેગીલી સફર અદાણીએસંપ્પન કરી છે.
પ્રધાનમંત્રી દ્વારા ફેબ્રુઆરીમાં એડવાન્ટેજ આસામ 2.0 અંતર્ગત ટર્મિનલની ડિઝાઇનનુંઅનાવરણ કરવામાં આવ્યું હતું.ફેબ્રુઆરીના અંત સુધીમાં કામગીરી શરૂ થવાની અપેક્ષા સાથે આજે ખુલ્લું મૂકાવાની સાથેભારતના ઉડ્ડયન માળખાની કલ્પના,નિર્માણ, પરીક્ષણ અને જીવંત કામગીરી માટે સજ્જ થવાની ગતિનેઉજાગર કરે છે. જર્મનીના મ્યુનિકથી નિષ્ણાતોની ટીમ દ્વારા સમર્થિત એક વ્યાપક ઓપરેશનલ રેડીનેસ એન્ડ એરપોર્ટ ટ્રાન્સફર (ORAT) કાર્યક્રમે એ ખાતરી કરી છે કે સિસ્ટમ્સ, પ્રક્રિયાઓ, કર્મચારીઓ અને મુસાફરોના પ્રવાહને પહેલા દિવસથી જ સુરક્ષિત અને અવિરત કામગીરી માટે ગોઠવવામાં આવી છે.
પ્રાદેશિક ઓળખ આધારિત આધુનિક પ્રવેશદ્વાર તરીકે પરિકલ્પના કરાયેલઆટર્મિનલનું “ધ બામ્બૂ ઓર્કિડ્સ” નામાભિધાન કરવામાં આવ્યું છે.જે આસામના પ્રતિષ્ઠિત કોપૌ ફૂલ (શિયાળની પૂંછડીવાળું ઓર્કિડ) અને આસામના ભોલુકા વાંસ અને અરુણાચલ પ્રદેશના અપટાણી વાંસ જેવી સ્વદેશી વાંસની જાતોમાંથી પ્રેરીતકરવા સાથે કુદરતી સામગ્રી,દિવસનો વિપુલપ્રકાશઅને સમકાલીન ડિઝાઇનનું મિશ્રણ, સ્થાપત્ય તેમજ ઉત્તરપૂર્વની ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક સમૃદ્ધિને દર્શાવે છે. આ ટર્મિનલના નિર્માણ માટે પ્રદેશમાંથીસ્થાનિક રીતે મેળવેલોઅંદાજે 140 મેટ્રિક ટન વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને ભારતના પ્રકૃતિ-પ્રેરિત એરપોર્ટના સ્થાપત્યના સૌથી અગ્રણી દ્દષ્ટાંતોમાં મૂકે છે જેમાં આધુનિક એન્જિનિયરિંગ દ્વારા પરંપરાગત કારીગરીની પુનઃકલ્પના કરવામાં આવી છે.

ગુવાહાતીઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્રકલ્પનું સંચાલન અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) દ્વારા કરવામાં આવશે. આ ટર્મિનલ અદાણી ગ્રુપના શ્રેષ્ઠ માળખું પુરું પાડવા પ્રત્યેના સંકલ્પિત અભિગમનું ઉદાહરણ આપતાઆ જટિલ ઉડ્ડયન પ્રકલ્પોમાં શ્રેષ્ઠ ડિઝાઇન, ઇજનેરી ક્ષમતાતેમજ ઓપરેશનલ રેડીનેસ એન્ડ એરપોર્ટ ટ્રાન્સફરના વડપણ હેઠળ તૈયારી અને સમયસર અમલીકરણના સંકલન એક તાંતણે જોડે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગને એક વિશાળ રાષ્ટ્રીય સંદર્ભમાં વર્ણવીતેને પૂર્વોત્તર આસામમાં ચાલી રહેલા વિશાળ’વિકાસ કા ઉત્સવ’નો હિસ્સો ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આસામએક્ટ ઇસ્ટની નીતિ હેઠળ ભારતના પૂર્વીય પ્રવેશદ્વાર તરીકે ઉભરી રહ્યું છે. ભારત વિશ્વનીસૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનવાના પંથે આગળ વધી રહ્યું છેત્યારે વાંસથી સમૃદ્ધ આ ટર્મિનલ શક્તિ, ટકાઉપણું અને વિક્સિત ભારતને તાકાત આપવામાં રાજ્યની વધતી ભૂમિકાના પ્રતીક તરીકે ઉભરી આવશે.
આ પ્રસંગેઅદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે: “ગુવાહાતી ટર્મિનલનું નિર્માણ દર્શાવે છે કે સ્થાનિક ઓળખ સાથેજડમૂળથીવળગી રહીને એરપોર્ટનું વૈશ્વીક દરજ્જાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી કેવી રીતે ઉપલબ્ધબનાવી શકાય છે તેનું આ ટર્મિનલ શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. તેમણે કહ્યું હતું કે કનેક્ટિવિટીને મજબૂત બનાવીસમગ્ર ઉત્તરપૂર્વમાં આર્થિક વિકાસને ટેકો આપશે અને મુસાફરોને એક સરળ, આધુનિક મુસાફરીની અનુભૂતિ કરાવશે.
ડિજીયાત્રા-સક્ષમ પ્રક્રિયા, સ્માર્ટ ચેક-ઇન પધ્ધતિ અને વિસ્તૃત પ્રવાસી વિસ્તારોથી સજ્જઆ ટર્મિનલ ૨૦૩૨ સુધીમાં વાર્ષિક ૧૩.૧ મિલિયન મુસાફરોનું સંચાલન કરવાના લક્ષ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગુવાહાતીએરપોર્ટેનાણાકીય વર્ષ૨૦૨૪-૨૫માં૬.૫૦ મિલિયન પ્રવાસીઓનુંસંચાલન કર્યું હતું. જે પ્રદેશની વધતી જતી ઉડ્ડયન માંગને દર્શાવે છે.આઠ ઉત્તરપૂર્વીય રાજ્યો માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપતું ગુવાહાતીભારતનાસૌથી વ્યસ્ત એરપોર્ટમાં૧૦મા ક્રમે છે.
સમગ્ર એરપોર્ટના વિકાસમાંરુ.૫,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, જેમાંજાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) સુવિધાઓ માટે રુ.૧,000 કરોડનો સમાવેશ થાય છે. સુસંકલિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ગોની માળખાગત સુવિધા સમગ્ર પ્રદેશમાં વેપાર, લોજિસ્ટિક્સ અને રોજગાર સર્જનને વધુ મજબૂત બનાવશે.
ગુવાહાતીની આ સીમાચિહ્નરુપ ઉપલબ્ધિAAHL ના નેતૃત્વ હેઠળના વ્યાપક રાષ્ટ્રીય ઉડ્ડયન વિસ્તરણ કાર્યક્રમનો એક ભાગ છે.ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રકલ્પોમાંના એક એવા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA)ને તા. ૨૫મી ડિસેમ્બરના ખુલ્લું મૂકવામાં આવનાર છે.
સહિયારા પરિશ્રમ અને પ્રયાસોથી થઇ રહેલીઆ પ્રગતિ ભારતના વિકસતા માળખાગત લેન્ડસ્કેપને પ્રતિબિંબિત કરવા સાથે ગતિ, સ્કેલ, ઓપરેશનલ તૈયારી અને ડિઝાઇન શ્રેષ્ઠતા વિકાસ માટે ભવિષ્યનું તૈયાર પ્રવેશદ્વાર બનાવવા માટે ભેગા મળે છે.

