New Delhi, તા.16
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિધાનો પર આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા નિશાન બનાવ્યા હતા અને આક્ષેપ કર્યો કે પીએમ મોદી અમેરિકી પ્રમુખ ટ્રમ્પથી ડરે છે.
પોતાની સોશ્યલ મીડીયા પોસ્ટ પર રાહુલે લખ્યુ કે ખુદ અમેરિકી પ્રમુખ કહે છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદશે નહી. વારંવાર ભારતના વલણ છતા પણ અમેરિકી પ્રમુખ આ રીતે જે વિધાનો કરે છે.
ઉપરાંત ઓપરેશન સિંદુર અંગે પણ જે દાવા કરે છે તે સંદર્ભમાં રાહુલ ગાંધીએ ભારતની વિદેશનીતિ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.