New Delhiતા.24
પીએમ મોદી આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધીત કરી શકે છે. વડાપ્રધાન મોદીને આગામી સંયુક્ત રાષ્ટ્ર આમ મહાસભા (યુએનજીએ) સત્રમાં વકતા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.
આથી સંકેત મળે છે કે, તેઓ સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસ કરી શકે છે. આમ મહાસભાના 80માં સત્રની સામાન્ય ચર્ચાના વકતાઓની યાદી મુજબ ભારતીય સરકારના પ્રમુખ 26 સપ્ટેમ્બરે સભાને સંબોધીત કરશે.
ઉલ્લેખનીય છે કે, આગામી કેટલાક મહિનામાં મોદીનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત છે. આગામી મહિનાના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ચીન અને જાપાનની યાત્રીઓ સામેલ છે. આ વર્ષે વાર્ષિક શિખર સંમેલન અને નવેમ્બરમાં કવાડ નેતાઓ માટે તેમની રશિયાના રાષ્ટ્રપતિ પુતીનની યજમાની કરવાની પણ આશા છે.