New Delhi,તા.08
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીનના 73માં જન્મદિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર શુભેચ્છા આપવાની સાથે બન્ને રાષ્ટ્રવડાઓએ પુટીનની આગામી ભારત યાત્રા ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર પણ ચર્ચા કરી હતી.
ખાસ કરીને રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી મુદે ભારત-અમેરિકા વચ્ચે જે તનાવ અને ટેરિફનો વિવાદ છે તેમાં આ વાતચીત મહત્વની બની ગઈ છે. ગઈકાલે પુટીને તેના જન્મદિન મનાવ્યો હતો તથા શુભેચ્છા આપી હતી.
આ માહિતી રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેર કરી હતી તથા બન્ને દેશોના ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવવાની પણ બન્ને રાષ્ટ્રવડાઓએ ચર્ચા કરી હતી. શ્રી પુટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સ્વતંત્રતાને સાર્વભૌમ નીતિની પ્રશંસા કરી હતી તથા આર્થિક પ્રગતિને શાનદાર ગણાવી હતી.