New Delhi તા.2
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.13 સપ્ટેમ્બરના મિઝોરામ અને મણીપુરના પ્રવાસે જશે. લાંબા સમયથી મણીપુરમાં જે રીતે હિંસા ચાલી રહી છે અને 2023થી રાજયમાં સતત કર્ફયુ સહિતની સ્થિતિ છે તે બાદ વડાપ્રધાન શા માટે મણીપુરની મુલાકાત લેતા નથી તેવા પ્રશ્નો વિપક્ષ પૂછતા હતા.
તે વચ્ચે હવે તા.13ના રોજ શ્રી મોદી ઉતરપુર્વના બે રાજયોની મુલાકાત લેશે જેમાં તેઓ ઐઝવાલ તથા સીલ્ચર ને જોડતી રેલ્વે લાઈન ને ખુલ્લી મુકશે. હિંસાગ્રસ્ત મણીપુરની વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે અને તેના માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે.
મણીપુરમાં ફેબ્રુઆરી 2025થી રાષ્ટ્રપતિ શાસન છે. મિઝોરામમાં શ્રી મોદીની મુલાકાત માટે રાજયના મુખ્ય સચીવના અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ ગઈ હતી અને હવે કેન્દ્રીય ટીમ પણ બંને રાજયોની મુલાકાત લેશે.