New Delhi,તા.26
ઈરાન-ઈઝરાયેલ ટેન્શન વચ્ચે આતંકીઓને આશરો લેનાર દેશ પાકિસ્તાનના ભારતના ‘ઓપરેશન સિંદુર’ બાદ સૂર બદલાયા છે અને ભારત સાથે વાતચીત કરવા માટે સાઉદી અરબના પ્રિન્સને આજીજી કરી છે.
ખરેખર તો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે તેમનો દેશ પેન્ડીંગ મુદ્દાના સમાધાન માટે ભારત સાથે ‘સાર્થક વાર્તા’ માટે તૈયાર છે. શરીફે આ વિચાર મંગળવારે સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન રજુ કર્યો હતો.
આ વાતચીત 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તનાવમાં બે મહિના બાદ થઈ હતી. રેડિયો પાકિસ્તાન અનુસાર વડાપ્રધાન શરીફે વાતચીત દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, જલ, વ્યાપાર, આતંકવાદ સહિતના પેન્ડીંગ મુદે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે ભારતના ‘ઓપરેશન સિંદુર’થી પાકિસ્તાન હલબલી ગયુ હતું અને હવે ભારત સાથે વાતચીત કરવા સાઉદી અરબના પ્રિન્સને રિકવેસ્ટ કરી છે.