પીજીવીસીએલ ની ટુકડીને સાથે રાખીને તમામ માથાભારે તત્વોના ઘરોમાં વીજ ચેકિંગ કરાયું: પાંચ મકાન માંથી વીજ ચોરી મળી આવી
Jamnagar તા ૧૯
જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા માથાભારે શખ્સો કે જેઓ સામે શરીર સંબંધી અથવા તો અન્ય ગેર પ્રવૃતિ અંગેના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, તેવા માથાભારે તત્વોની પોલીસ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી હતી, અને પીજીવીસીએલની ટુકડીને સાથે રાખીને તેઓના ઘરે વિજ ચેકીંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી, જે દરમિયાન પાંચ મકાનોમાંથી વીજ ચોરી મળી આવી છે. જે અંગે પાંચ શખ્સો સામે અલગથી વિજ ચોરી અંગેની કાર્યવાહી કરવામાં આવી છે.જામનગર પંચકોષી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક પ્રવ્રુતી સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ વીજકંપનીના અધિકારીઓ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પંચકોષી એ ડિવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એમ.એન.શેખ અને હાપા પી.જી.વી.સી.એલ. કંપનીના અધિકારીઓના સંકલનમાં રહી જામનગર પંચકોષી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેણાંક ધરાવતા અને શરીર સંબંધી તેમજ ગેરકાયદેસર પ્રવ્રુતી સાથે સંકળાયેલા ફીરોજ ઉફે મુન્નો જુમાભાઈ બાબવાણી રે. (ધુવાવ હાઉસીંગ બોર્ડ) કે જે આરોપી બે રહેણાંક મકાન ધરાવતા હોય બને જગ્યાએ ગેર કાયદે વીજ વપરાશ કરતા ઝડપાયો છે.
ઉપરાંત કિશનભાઇ ભરતભાઇ મકવાણા (રે.અલિયા ગામ), અજયભાઇ રામાભાઈ મકવાણા (રે.અલિયા ગામ), હરપાલસિંહ અજીતસિંહ જાડેજા (રહે અલિયા ગામ) અને વનરાજસિંહ હેમંતસિંહ સોઢા (રે શેખપાટ ગામ)વગેરેના મકાનમાંથી વીજ ચોરી મળી આવી હોવાથી તેની સામે વિજતંત્ર દ્વારા અલગથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.