Morbi તા.29
મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ઝડપી લીધેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઈ વાઘેલા તથા બ્રિજેશભાઈ કાસુન્દ્રાને ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, રાણાપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં લૂંટનો ગુનો નોંધાયેલ હતો.
જે ગુનામાં નાસતો ફરતો આરોપી શાહીદ નાનકાભાઇ બંડોડ હાલ ઢુવા ગામ પાસે આવેલ સનહાર્ટ સીરામીકના કારખાનામાં કામ કરે છે. ત્યાં જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી શાહીદ નાનકાભાઇ બંડોડ (21) રહે. છાપરખાંડા ગામ લોહાર ફલીયા તાલુકો રાણાપુર જીલ્લો જાબુઆ (એમ.પી) વાળો સનહાર્ટ સીરામીકના કારખાના ખાતેથી મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવીજ કરી હતી.