Morbi,તા.23
આજના યુવાનો સોશ્યલ મીડિયામાં લાઈક્સ અને વ્યુ મેળવવા માટે કાયદો તોડતા પણ ખચકાતા નથી અને યુવાનોને આવો શોખ ક્યારેક મોંઘો પડતો હોય છે પીપીલી ગામે રહેતા યુવાને છરી સાથે સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો જે વિડીયોને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈને ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ હીરાભાઈ સાપરાએ આરોપી અંશુલસિંહ રવિસિંહ સોલંકી રહે હાલ જૂની પીપળી માનસધામ સોસાયટી મૂળ રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ લોકોમાં ભય ફેલાવવાના ઈરાદે જાહેરમાં પોતાના હાથમાં ખુલ્લી છરી હથિયાર રાખી દેકારો કરતો હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો મોરબી તાલુકા પોલીસે આરોપી અંશુલસિંહ સોલંકીને ઝડપી લીધો છે