Morbi,તા.20
કોર્ટમાં રજુ કરી ત્રણેય આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા
મોરબીના સિપાઈવાસમાં સાળા-બનેવી સાથે માથાકૂટ કરી ત્રણ પિતા-પુત્રોએ છરીના ઘા ઝીકી સાળાને ઈજા પહોંચાડી તેમજ બનેવીને ગંભીર ઈજા પહોંચાડી હત્યા નીપજાવી હતી જે બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપી પિતા-પુત્રોને ઝડપી લઈને જેલહવાલે કર્યા છે
મોરબીના સિપાઈવાસ જમાદાર શેરીમાં રહેતા મોહસીન ફારૂકભાઈ કુરેશીએ આરોપીઓ ખાલીદ ફિરોઝભાઈ શમા, શકીલ ફિરોઝભાઈ શમા અને ફિરોઝ ઉસ્માન શમા રહે ત્રણેય સિપાઈવાસ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ ના રાત્રીના સવા એક વાગ્યાના અરસામાં ખાલીદ ફિરોજ સમાનો ફોન આવ્યો હતો અને સિપાઈવાસમાં ફરિયાદી, તેના બનેવી મકબુલ મહમદ કુરેશી (ઉ.વ.૨૨) વાળા સિપાઈવાસ ગયા હતા જ્યાં આરોપી ખાલીદ સમા, તેનો ભાઈ સકીલ અને પિતા ફિરોજ બધાએ ફરિયાદીને તું મારી વહુ સામે શું કામ કાતર મારે છે કહીને ફરિયાદી સાળા અને બનેવીને છરી વડે ઘા ઝીકવા લાગ્યા હતા જેમાં ફરિયાદીને હાથની આંગળીમાં અને બનેવી મકબુલ મહમદ કુરેશીને પડખામાં છરીના ઘા મારી ઈજા પહોંચાડતા સારવારમાં મકબુલ કુરેશીનું મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપી પિતા-પુત્રોને ઝડપી લીધા હતા ત્રણેય આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે