Jamnagar,તા.11
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામથી ઉદેપુર ગામ તરફ જવાના રસ્તે એક વાડીમાંથી પોલીસે 9 બોટલ સાથે એક શખ્સને પકડી પાડયો હતો જ્યારે અન્ય એકનું નામ ખુલ્યું હતું. પોલીસે 4500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામજોધપુર પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે સતાપર ગામથી ઉદેપુર ગામ તરફ જવાના રસ્તે ધણસર સીમ વિસ્તારમાં આવેલ કાંધાભાઇ ઉર્ફે કાંધલ ભુપતભાઇ ઉલવા (ઉ.વ.21) નામના યુવાનની વાડીએ દારૂ સંબંધિત દરોડો પાડ્યો હતો.
પોલીસે વાડીની તલાશી લેતાં વાડીમાંથી રૂા.4500 ની કિંમતની 9 બોટલ દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે વાડી માલિક કાંધાભાઇ ઉલવાની અટકાયત કરી વધુ પૂછપરછ કરતાં દારૂનો આ જથ્થો મંગાવી આપનાર કિશનભાઇ ભુપતભાઇ ઉલવા (રહે. સતાપર ગામ તા.જામજોધપુર જી.જામનગર) નું નામ ખુલતાં પોલીસે આ શખ્સને ફરારી જાહેર કરી તેને ઝડપી લેવા તેમજ કાંધાભાઇ ઉલવા સામે પ્રોહિબીશનની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.