કાર ભાડે બાંધી દારૂની હેરાફેરી કરવાં નીકળેલો દારૂનો ધંધાર્થી પોલીસને જોઈ કાર લઈ નાસી છૂટતા પોલીસની સામે કાર પલ્ટી ગઈ,ચાલકની ધરપકડ
Rajkot,તા.10
શહેરની ભાગોળે આવેલા ઠેબચડા ગામ પાસે આજીડેમ પોલીસે બુટલેગર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરતાં દારૂ ભરેલ ઈક્કો કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં બોધરાવદરના બુટલેગરનો હાથ ભાંગી ગયો હતો. આજીડેમ પોલીસે દારૂની 32 બોટલ કબ્જે કરી કાર ચાલકની ધરપકડ કરી હતી. બુકડો બોલી ગયેલ ઈક્કોને ક્રેનથી ઉપાડી પોલીસ મથકે લવાઈ હતી. વધુ વિગત મુજબ, હોળી ધુળેટીના પર્વ પૂર્વે શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ આપેલી સૂચનાને પગલે આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપસિંહ ગોહીલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ત્રંબા ગામ તરફથી રાજકોટ તરફ ઈકો કાર જીજે-03-કઇ-7404 માં વિદેશી દારૂનો જથ્થો ભરિ ને આવી રહ્યા ની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ ઠેબચડા ગામ પાસે વોચમાં હતો ત્યારે બાતમી વાળી ઈકો કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક પોતાની ઈકો કાર લઈ નાશી છૂટ્યો હતો.બાદમાં પોલીસની ટીમે ખાનગી વાહનમાં ઈકો કારનો પીછો કરતા કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી ઠેબચડા ગામ તરફ જવાના પુલ પાસે ઈકો કારનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગયેલ હતી. જેમાં કાર ચાલકનું નામ પુછતાજસદણના બોઘરાવદર ગામનો મયુર બકુલ ગોસાઈ અને રાજેશ જીવરાજ રામાણી જણાવ્યું હતું. કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા કુલ 32 દારૂની બોટલ અને ઈક્કો કાર મળી કુલ રૂ. 3.20 લાખનો મુદામ9કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી હતી.તેમજ કાર પલ્ટી મારી જવાથી બંને શખ્સોને શરીરે ઈજાઓ થયેલ હોય જેથી સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતાં અને કારમાં પણ મોટું નુકશાન થયેલ હોય જેથી ક્રેન મારફતે કારને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બુટલેગર રાજેશ રામાણી વિરુદ્ધ અનેક દારૂના ગુના નોંધાયેલ છે.