Morbi,તા.19
મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા પ્રતિદિન જોવા મળે છે જોકે પોલીસ ખાસ કઈ કામગીરી કરતી જોવા મળતી નથી સમયાન્તરે કામગીરી દેખાડવા માટે પોલીસ ટ્રાફિક ડ્રાઈવ યોજતી હોય છે જેમાં શુક્રવારે સાંજે ટ્રાફિક ડ્રાઈવ યોજી ૧૪૩ જેટલા વિવિધ નિયમ ભંગના કેસો કરવામાં આવ્યા હતા અને રૂ ૧.૩૦ લાખથી વધુનો દંડ વસુલ્યો છે
મોરબી એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો શાખા, એ ડીવીઝન, બી ડીવીઝન, મોરબી તાલુકા અને ટ્રાફિક શાખાનો સ્ટાફ કોમ્બિંગમાં જોડાયો હતો મોરબી શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરી તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ ગોઠવી કામગીરી કરવામાં આવી હતી જે ટ્રાફિક ડ્રાઈવમાં ૭ પીઆઈ, ૧૨ પીએસઆઈ, ૧૩૬ પોલીસ કર્મચારીઓ અને ૨૬ મહિલાઓ પોલીસની ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી કોમ્બિંગ દરમિયાન પોલીસે કાળા કાચ વાળી ગાડીના ૩૮ કેસો, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોના ૫૧ કેસો, એમવી એક્ટ ૨૦૭ વાહન ડીટેઈનના ૩૫ કેસો, જાહેરના તીક્ષ્ણ હથિયાર સાથેના ૦૨ કેસો, શીટ બેલ્ટના ૦૨ કેસો, બીએનએસ ૨૮૧ મુજબના ૦૬ કેસો, ટ્રાફિક અડચણરૂપ પાર્કિંગના ૯ કેસો, ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહનચાલકો પાસેથી રૂ ૧,૩૦,૮૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો