Morbi,તા.25
આમરણ ગામે રાશનકીટ વિતરણ અંગે બોલાચાલી થતા એક ઇસમેં યુવાનને માર મારી લાકડાના ધોકા વડે ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના આમરણ ગામના ઇકબાલ બાવામીયા બુખારી નામના યુવાને આરોપી જાકીરમિયા રજાકમિયાં બુખારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીના ભાઈ સરફરાજમિયાને રમજાન મહિનામાં ગરીબોને વેચવા માટે કરીયાણા કીટ આપેલ હતી જે બાબતે ફરિયાદી ઇકબાલે આરોપીના ભાઈની હલકાઈ કરતા હોવાથી તે બાબતનો ખાર રાખી આરોપીએ જાકીરમિયાએ યુવાનને ગાળો આપી લાફા મારી છાતીના ભાગે પાટું મારી લાકડાના ધોકા વડે યુવાનને ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે