Jamnagar,તા ૬
, જામનગર માં રાજનગર મેઇન રોડ વિસ્તારમાં રહેતા મીતાબેન નિલેશભાઈ દોશી નામના ૫૮ વર્ષના પ્રૌઢ મહિલા, કે જેઓ જામનગરના પ્રદર્શન મેદાનમાં બનાવેલા હંગામી બસ ડેપો પર મુસાફરી માટે આવ્યા હતા.
જે દરમિયાન ગીર્દીનો લાભ લઈને કોઈ તસ્કરો તેમના પર્સમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.