જેતપુર શહેર – તાલુકા માં સાત સ્થળોએ, ઉપલેટા અને કોટડા સાંગાણીના શિશક અને કરમાર કોટડા ગામે જુગારની બાજી ઉંધી વાળતી પોલીસ:આઠ મહિલા સહિત 73 શખ્સોની ધરપકડ , 5.51 લાખનો મુદ્દામાલ કબજે
Rajkot,તા.26
રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક કોમલ કરવા નવનિયુક્ત જિલ્લા છે આપેલી સૂચનાને પગલે જિલ્લા ભરની પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી 11 સ્થળોએ નરોડા પાણી આઠ મહિલા સહિત 67 શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ મોબાઈલ અને વાહન મળી રૂપિયા પાંચ પોઇન્ટ 30 લાખનો મુદ્દાસ કબજે કરી ધોરણ 6 ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર જુગારના પટ મંડાયા છે તેના પર તૂટી પડવા નવ નિયુક્ત જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરેએ આપેલી સૂચના ને પગલે જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ મથકના સ્ટાફને હાથ ધરવા આપેલી સૂચનાને પગલે જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેતપુર શહેરના નવાગઢ કડિયા પ્લોટ માં જાહેરમાં જુગાર રમતા ઉમેશ ભીખા બગડા મનોજ પુરુષોત્તમ સોલંકી અશોક રવજી બગડા અશ્વિન કારા પરમાર ભરત માવજી જાદવ અને અશ્વિન અજીત બગડાની ધરપકડ કરી 21 800 નું મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે જેતપુર તાલુકાના ડેડરવા ગામે પ્રફુલ કેસુ રાઠોડ ના મકાનમાં જુગાર રમતો હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે એએસઆઈ સુમિતભાઈ પરમાર સહિતના સ્થાપેલડો પાડી જુગાર રમતા પ્રફુલ કેસુ રાઠોડ જગદીશ દિનેશ રાઠોડ નરેન્દ્ર જેઠા રાઠોડ રાહુલ પરસોતમ રાઠોડ રૂપેશ રામજી પરમાર કૌશિક ભરત વાઘેલા દેવદાન ટપુ મકવાણા મયુર ભરત સોલંકી રાજેશ વજુ મૂળિયા છગન જેંતી વાઘેલા મયુર કેસુ રાઠોડ અને સાગર કનુ બગડા ની ધરપકડ કરી 12 600 નું મુદ્દામાલ કબજે કર્યો છે. જેતપુર તાલુકાના દેવપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે વીરપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા અંકિત વલ્લભ મકવાણા વિજય રમેશ ડાભી બાબુ સવજી સોલંકી ધવલ મુકેશ બાવળીયા કુશ વલ્લભ મકવાણા અને આશિષ રજનીકાંત ત્રિવેદીની ધરપકડ કરી 12 700 નું મુદ્દામાલ કબજે કર્યો છે. જેતપુર શહેરના વડલી ચોકમાં રહેતી વનિતાબેન તેજા વાઘેલાના મકાનમાં જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે સિટી પોલીસ મથકના એએસઆઈ મિલન સી ડોડીયા સહિતના સ્થાપેલડો પાડી જુગાર રમતી વનીતા વાઘેલા અજય લખુ વાઘેલા પ્રકાશ ચંદુ ચૌહાણ નીલકંઠ પ્રવીણ રાણવા પ્રકાશ પ્રેમજી વાઘેલા સંજય ધનસુખ વાઘેલા ની ધરપકડ કરી જુગારના પટમાંથી મોબાઈલ અને રોકડ મળી 80 700 નું મુદ્દામાલ કબજે કર્યો છે. ક્યારે જેતપુર શહેરના અમરનગર રોડ પર વેકરીયા નગરમાં રહેતો ગીતાબેન દિપક કણસાગ્રાના મકાનમાં જુગાર રમતો હોવાની સીટી પોલીસ મથકના કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડ પાડી જુગાર રમતા ગીતાબેન કણસાગરા મેનાબેન બગસરિયા કુસુમબેન સેગાર ખુશીબેન અમૃતલાલ બકરાણીયા ગીતાબેન અમૃતલાલ બકરાણીયા પ્રશાંત હરસુખ ભુવા અને ભાવિન હર્ષદ પંડયા ની ધરપકડ કરી 16 500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપલેટા શહેરના ફુલારા બગીચા પાસે રહેતા નીજામ હાજી સુમરાના મકાનમાં જુગાર રમતો હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ જાંબુકિયા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નીજામ હાજી સુમરા સબીર હુસેન અલ્તાફ મિયા કાદરી કાસમ હમીર સુમરા ન્યાજ અહેમદ નૂર અહમદ બુખારી સમીર હુસેન પટાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ અને એક મોબાઇલ મળી 29 200 નું મુદ્દામાલ કબજે કર્યો છે. કોટડા સાંગાણી તાલુકાના કરમાળ પીપળીયા ગામે જાહેરમાં જુગાર રમતા બાદલ રાજેશ પાતાણી કરણ અશોક પાતાણી જ્યોતિશ પ્રતાપ ઓળકીયા પ્રકાશ ધીરુ માલકીયા ધવલ કનૈયાલાલ ઘૂસા મકવાણા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 14 100નો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબી ની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે , કોટડા સાંગાણી તાલુકાના શિશક ગામે ભુપત છગનભાઈ અકબરી ની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના પગલે ટીમે દરોડો પાડી, જુગાર રમતા ભુપત છગનભાઈ અકબરી, સંજય કેશુભાઈ હિરપરા, જીતેન્દ્ર ગાંદુભાઈ ભાલાળા, રજનીકાંત મનસુખ ભાઈ ઠુંમર ,મહેશ કાનજીભાઈ સાવલિયા અને બટુક કાબાભાઈ ભાલોડી નામના શખ્સોને ઝડપી લઈ, રોકડ, સાત મોબાઈલ અને કાર મળી રૂ.૧.૨૨ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. જ્યારે બીજો દરોડો એલસીબી ની ટીમે કોટડા સાંગાણીના શિશક ગામે આવેલી વાડીની ઓરડીમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા જયેશ ઉકાજી પઢીયાર ,મનીષ હરેશભાઈ સાપરા, અશ્વિન સવજીભાઈ ભાલાળા, અશોક બાબુભાઈ કથીરિયા ,રાજા વશરામભાઈ ધ્રાંગીયા, મુકેશ વિઠ્ઠલભાઈ સાપરા, દેવાયત મુંજાભાઈ ગઢવી ,મોહન પાંચાભાઇ તરિયા ,સંજય હીરાભાઈ કિયાડા, જસા ભીખાભાઈ ગોલતર અને સામત કનુભાઈ સુસરા નામના પતા પ્રેમીઓને ઝડપી લઇ, જુગાર ના પટમાંથી રૂ.૧.૦૫ લાખની રોકડ, નવો મોબાઈલ અને ત્રણ બાઈક મળી રૂ.૨.૨૦ લાખનો મુદ્દામલ કબજે કર્યો છે. જ્યારે ઉદ્યોગ નગર પોલીસની ટીમે જેતપુર નવાગઢ, કડિયા પ્લોટ માં જાહેરમાં જુગાર રમતા ઉમેશ ભીખાભાઈ બગડા ,મનોજ પરસોતમભાઈ સોલંકી ,અશોક રવજીભાઈ બગડા ,અશ્વિન કારાભાઈ પરમાર ,ભરત માવજીભાઈ જાદવ અને અશ્વિન અજીતભાઈ બગડા નામના શખ્સોને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૨૧.૮૦૦ની રોકડ કબ્જે કરી છે.