પુજારા પ્લોટ, ટાગોર રોડ, ફૂલછાબ ચોક માં જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનારાઓ ને લોકપની હવા” ખવડાવાય..
Rajkot,તા.12
શહેર પંથકમાં દારૂ જુગાર સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિને કડક હાથે ડામી દેવા ના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ના આદેશોના પગલે શહેરમાં પોલીસે અસામાજિક પ્રવૃત્તિ પર ઘોષ બોલાવી છે શહેરમાં પુજારા પ્લોટ ટાગોર રોડ ફુલછાબચોકમાં જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમાડનારા શખ્સોને લોક અપ ની હવા ખવડાવવામાં આવી હતી
ભક્તિનગર પોલીસ મથકની હદમાં પૂજારા પ્લોટ મેન રોડ લક્ષ્મીવાડી તરફ જતા રોડ પર શુભ એવેન્યુ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં આઈ પી એલ ક્રિકેટ મેચ પર ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર વચ્ચે ચાલતી મેચ પર રન ફેરનો હાર જીત નોજુગાર રમાડતા જયેશ પ્રતાપ રાઠોડ કારડીયા (૩૫) ડ્રાઇવર લક્ષ્મી વાડી વાળાને ૬૦૦૦ નો મોબાઈલ સાથે જુગારધારા કલમ ૧૨મુજબ ઝડપી પીસીબી ના કોસ્ટેબલ વાલજીભાઈ જીવાભાઇ જાડા એ ફરિયાદી બની ફરિયાદ નોંધાવતા હે ડ કોસ્ટેબલ કિરતસિંહ ઝાલા તે તપાસ હાથ ધરી છે અન્ય બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકની હદમાં ટાગોર રોડ ગોલ્ડન પ્લાઝા કોમ્પલેક્ષની બહાર આઇપીએલ પર સટ્ટો રમાડતા રાજદિપસિંહ બલભદ્રસિંહ ઝાલા ડ્રાઇવર ને આઈ પી એલ મેચ પર સટ્ટો રમાડતા મોબાઈલ સાથે રંગે હાથે ઝડપી લઇ પીસીબી ના કોસ્ટેબલ નગીનભાઈ પોલાભાઈ ડાંગર એ ફરિયાદ દાખલ કરાવતા એએસઆઈ એમએમ પાલરીયાએ તપાસ કરી છે આ જ રીતે પ્ર નગર પોલીસ મથક ની હદ માં આવેલ ફૂલછાબ ચોક તક્ષશિલા સોસાયટી પાસે સટો રમાડતા યોગેશ અશોક જીલકા મિસ્ત્રી ને ઝડપી લઈ પીસીબી ના કોસ્ટેબલ કરણભાઈ પ્રવીણભાઈ મારુ એ ફરિયાદી બની ફરિયાદ દાખલ કરાવતા હેડ કોન્સ્ટેબલ કરણભાઈ પ્રવીણભાઈ ને જ તપાસ સોપવામાં આવી છે