Morbi,તા.28
કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ દેશમાં રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કવાયત ચાલી રહી છે જેથી પોલીસ ટીમો સતત તપાસ ચલાવી પાકિસ્તાની નાગરિકો અને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી રહી છે જેમાં મોરબી sog ટીમે ૧૦ બાંગ્લાદેશીઓને ડીટેઈન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી sog અને એ ડીવીઝન ટીમ દ્વારા બે દિવસ પૂર્વે સોની બજારમાં બાંગ્લાદેશી નાગરિકો અંગે તપાસ કરવામાં આવી હતી સોની બજારમાં બંગાળી કારીગરો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોવાથી બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે વસવાટ તો નથી કરતા ને તેની તપાસ કરવામાં આવી હતી જેમાં બંગાળી કારીગરોની પૂછપરછમાં કોઈ બાંગ્લાદેશી મળી આવ્યો ના હતો તેમજ આજે પણ sog ટીમની તપાસ ઝુંબેશ યથાવત જોવા મળી હતી જેમાં મકનસર ગામે રહેતા ૧૦ બાંગ્લાદેશી ઈસમો મળી આવ્યા હતા ૧૦ બાંગ્લાદેશીઓ અહી ગેરકાયદે વસવાટ કરતા મળી આવ્યા હતા જેથી ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે