Morbi,તા.28
કાશ્મીર હુમલા બાદ પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને દેશમાંથી કાઢી મુકવાનું અભિયાન ચાલી રહ્યું છે દેશના ગૃહમંત્રીની સ્પષ્ટ સુચના બાદ પોલીસ ટીમો કામે લાગી છે જેમાં મોરબી ખાતે ગ્રીન ચોક સોની બજારમાં પોલીસે બંગાળી કારીગરોની પૂછપરછ કરી હતી
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ અને sog ટીમે ગ્રીન ચોકમાં આવેલ સોની બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું સોની બજારમાં સોની કામ માટે મોટી સંખ્યામાં બંગાળી કારીગરો વસવાટ કરે છે અહી રહીને સોની કામ કરતા હોય છે ત્યારે પોલીસ ટીમોએ સોની બજારમાં વિવિધ દુકાનોએ જઈને બંગાળી કારીગરોની પૂછપરછ કરી હતી અને કોઈ બાંગ્લાદેશી અહી રહેતો કે કામ કરતો હોય તો તેની માહિતી માંગી હતી જોકે પોલીસના ધ્યાને કોઈ બાંગ્લાદેશી ધ્યાને આવ્યો ના હતો