Jamnagar તા ૧૧,
જામનગરના ક્રિકેટના સટ્ટા ના પ્રકરણમાં નાસતા ફરતા એક સટોડીયા અને કુરીયર બોય ને સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે શોધી કાઢ્યો છે, અને તેની અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગરમાં સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં થોડા દિવસો પહેલાં ક્રિકેટના જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો, જે દરોડામાં જામનગર દિગ્વિજય પ્લોટ શેરી ના ૪૯ માં રહેતા નિશાંત ઉર્ફે નીશુ હિતેનભાઈ નાખવા નામના કુરિયર બોય ની સંડોવણી ખુલી હતી, અને તે આરોપી પોલીસની પકડથી દૂર રહ્યો હતો, અને નાસતો ફરતો રહ્યો હતો.
જે આરોપી ગઈકાલે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે સીટી એ. ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને મળી જતાં પોલીસ ટુકડીએ વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો, અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.