Morbi,તા.04
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાંથી રેડ કરી પોલીસે ૨૭,૦૦૦ ના દેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીને દબોચી લીધા હતા મહિલા આરોપીનું નામ અને મોબાઈલ નંબર ખુલતા વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે બેલા ગામની સીમમાં વોકળા પાસે રેડ કરી હતી વોકળા પાસેથી ૧૩૫ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૨૭ હજારનો દેશી દારૂનો જથ્થો કબજે લઈને આરોપી હરીશ મનુભાઈ મજીઠીયા, રાજ જગદીશભાઈ પંડ્યા, અર્જુન હીરાભાઈ ધોળકીયા અને ગોવિંદ ધીરૂભાઈ સુરેલા એમ ચારને ઝડપી લીધા છે મહિલા આરોપી ડીમ્પલ હિતેશ રાઠોડનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે