Surendranagar,તા.17
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે, દસાડાના પાટડીયાવાસ, સુરેન્દ્રનગર શહેરના પતરાવાળી ચોક, મહાલક્ષ્મીન સીનેમા પાસે, મલ્હાર ચોક, જવાહર ચોકમાં પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં 18 જુગારિયાઓ રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂ. 1,97,090નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફને ધ્રુમઠ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રમેશ નાગરભાઈ ઘુઘલીયા, અનીલ કાળુભાઈ ઝીંઝુવાડીયા, જીલા સુખાભાઈ ગમારા, રમેશ મેરૂભાઈ ઝીંઝુવાડીયા અને વિશાલ કાળુભાઈ ઝીંઝુવાડીયા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપિયા 17,450, રૂપિયા 30 હજારના 6 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 47,450ની મત્તા સાથે ઝડપાયા હતા. અને દસાડા પોલીસની ટીમને દસાડાના પાટડીયાવાસમાં જાહેરમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી.
જેમાં જાવેદ ઈસ્માઈલભાઈ શેખ, તાકીર ફકરીમહમદભાઈ ફકીર, હાજી મુસ્તુભાઈ કુરેશી, મણીલાલ દાનાભાઈ સોલંકી, રાજુ મહાદેવભાઈ ઠાકોર અને અરબાઝ ઉમરભાઈ પઢીયાર ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 13,800, રૂપિયા 1 હજારના 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 14,800ની મત્તા જપ્ત કરી ફરિયાદ નોંધવામાં આવી છે.
જયારે સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં બુટભવાની કોમ્પલેક્ષ પાસે વરલી મટકાના જુગાર પર એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં રણજીતસિંહ માવુભા ઝાલા, રવિરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા, દિનેશ વસ્તાભાઈ મકવાણા અને ભીમજી નાનુભાઈ સોરીયા રોકડા રૂપિયા 18,890, રૂપિયા 15 હજારના 3 મોબાઈલ ફોન, રૂપિયા 1 લાખના 2 બાઈક સહિત રૂપિયા 1,33,890ની મત્તા સાથે પકડાયા હતા.
આ ઉપરાંત સુરેન્દ્રનગરના જવાહર ચોક પાસેથી પ્રેમજી ઉર્ફે બાબુ સવાભાઈ વાઘેલા રોકડા રૂપિયા 240 સાથે, મહાલક્ષ્મીગ સીનેમા પાસે રહેતો મહેબુબ ઉર્ફે બાદશાહ અહેમદભાઈ મકરાણી રોકડા રૂપિયા 240 સાથે, સુરેન્દ્રનગરના મલ્હાર ચોકમાંથી દુધરેજનો લાભુભાઈ ગાંડાભાઈ મરીયા રોકડા રૂપીયા 470 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયા હતા.