Jamnagar તા ૨૦,
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં ગઈ રાત્રે સિટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ઇશાક મામદભાઈ ગરાણા, કાદર ઉર્ફે છુક છુક મજીદ ભાઈ બાજરીયા, તાહેર સૈફુદીનભાઈ સોની અને કાસમ ઉર્ફે ડાર્લિંગ અલીભાઈ કોફીવાલા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૨,૦૨૦ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ દરોડા સમયે ભાવસાર ચકલામાં રહેતો સબીર મસ્જિદભાઈ બાજરીયા નામનો શખ્સ પોલીસ ને જોઈને ભાગી છુટ્યો હતો, તેથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.