Jamnagar,તા.18
જામનગર શહેરમાં રાંદલ નગર વિસ્તારમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરના સીટી બી. ડિવિઝનના પી.એસ.આઈ. એમ.વી.મોઢવાડિયા ઉપરાંત અન્ય પોલીસ સ્ટાફ અને હનુમાન ગેઇટ પોલીસ ચોકીના મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોમલબેન ચૌહાણ વગેરેએ રાંદલનગર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો. જે દરમિયાન પાંચ મહિલાઓ ગંજીપાના વડે જુગાર રમતાં મળી આવી હતી.
આથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલી શાંતુભા ગિરૂભા જાડેજા, કૈલાશબા દાદુભા ચૌહાણ, સાવિત્રીબા રણુભા વાઘેલા, મનહરબા ચંદુભા જેઠવા, અને જનકબા હિતેન્દ્રસિંહ જેઠવા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.