ગાંજો, અફીણ, ઈ-સિગારેટ સાથે વેપારીઓ-બંધાણીઓ ઝડપાયા :૩૨૭ કેસ કરી ૬૪૮૦૦ નો દંડ ફટકાર્યો
Rajkot,તા.10
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાજ્ય ભરના મેડીકલ સ્ટોરમાં વેંચાતી પ્રતિબંધિત અને તબીબની પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ વેંચાણ પર દરોડા પાડવાની આપેલ સૂચનાથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ વેચાણ અટકાવવા તેમજ મેડીકલ સ્ટોર ખાતે વેચવામાં આવતી પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય છે તેવા મેડીકલ સ્ટોરમાં ચેકીંગ કરવા અને રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ શહેરમાં આવેલ સ્કુલ તેમજ કોલેજ નજીક આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડકટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઇ-સીગરેટ, વેપ હેલ્થ વોનીંગ વિનાની સીગરેટો પ્રોડકટોનુ વેચાણ થતુ હોય જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો બનાવી શહેરભરના મેડિકલ તેમજ સ્કુલ તેમજ કોલેજ નજીક આવેલ પાનના ગલ્લામાં ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં કુલ ૪૮૮ મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં ભક્તિનગર વિસ્તારમાં આવેલ એક મેડિકલ સ્ટોરમાંથી નશાકારક ગોળીઓ પણ મળી આવતાં ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. તેમજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના છ ગુના જેમાં ગાંજો અને અફીણ સાથે પેડલરોને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપરાંત પ્રતિબંધિત સીગારેટ વેંચતા ૩૨૪ વેપારી સામે કેસ કરી રૂ.૬૪૮૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. તેમજ ઇલેક્ટ્રિક વેપના ૩ કેસ કરવામાં આવ્યાં છે. તેમજ પાન બીડીની ૮૯૮ દુકાનો અને ૬૮૪ ચા ની લારી તેમજ દુકાનો તપાસવામાં આવી હતી.
શહેર ભગવતીપરા શેરી નં.૧ આશાબાપીર દરગાહ રોડ નદીના કાંઠે શ્યામ પાન નામની દુકાનમાંથી ગાંજાનો 15.16 ગ્રામનો જથ્થો પકડી પાડી વેપારી જગદીશ દશરથ અનેવાડિયાની ધરપકડ કરી હતી. માંડા ડુંગર ભીમરાવનગર શેરી નંબર 17 માં રહેતા હિતેશ ઉર્ફે બંટી સવજી બાબરીયા (૩૮) ને 60 ગ્રામ ગાંજાના તથા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રૈયાધાર ઝાકીર હુસેન સ્કૂલની બાજુમાં પ્રવીણ નાનજી વાળાના મકાનમાં દરોડો પાડી 4042 ગ્રામ ગાંજાના જથ્થા સાથે તેને પકડી પાડી કુલ રૂપિયા 9,420 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ રાજ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ઉપરના માળે ઓરડીમાં રહેતા મૂળ બિહારના વતની ધર્મેન્દ્ર યમુના સિંહ કાળુ પ્રસાદ યાદવ ને પકડી પાડી તેની પાસેથી 167 ગ્રામનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નરસંગપરા મદ્રેશાની સામે પ્રાંત અધિકારી બે ઓફિસની પાછળની દિવાલ પાસેથી જય સતીશ રામાવત ને 636 ગ્રામ ગાંજાના સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુંદાવાડી શેરી નંબર 14/18, રામદેવપીરના મંદિર પાસેથી કાના નારણ માટીયા ને પકડી પાડી તેની પાસેથી 19.2 ગ્રામ અફીણનો જથ્થો કબજે કરી કાર્યવાહી કરી હતી. કોઠારિયા સોલ્વન્ટ રોલક્ષ રોડ પર ગણેશ કોમ્પ્લેક્સ પાસેમાં આવેલ રવી રાંદલ એજન્સીમાંથી ભારત સરકાર દ્વારા તમાકુ ઉત્પાદનના વેચાણ ઉપર નક્કી કરેલ નિયમોનું પાલન નહીં કરી તમાકુના પાઉચ વેચતા વેપારીને પકડી પાડી તમાકુના પાઉચ નંગ 600 તેમજ વિદેશી સિગારેટના 17 બોક્સ પકડી પાડી વેપારી હરેશ મગન રામાણી સામે કાર્યવાહી કરી હતી.આંબેડકરનગરમાં આવેલ વિકાસ જનરલ સ્ટોરમાંથી 14.685 કિલો નસાયુક્ત ગોળીઓ ઝડપી પાડી છે