લાખોની કિંમત ના મોબાઈલ પરત અપાવનાર પોલીસની કામગીરીની સરાહના
Rajkot,તા.31
શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા૧૫ મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં આવતા અરજદારોએ પોલીસનો આભાર માન્યો હતો.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, અને મદદનીશ પોલીસ કમિશનર (પશ્ચિમ) રાધિકા ભારાઈ ના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ગુમની અરજીઓ અન્વયે સી,ઈ,આઈ,આર પોર્ટલના માધ્યમથી ટેકનિકલ એનાલિસિસ કરી પરત આપવાની સૂચના અને પગલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા દાખલ થયેલી ફરિયાદો ના આધારે ગુમ થયેલા ૧૬મોબાઈલ શોધીને માલિકોને પરત કરાવ્યા હતા.
પ્રદ્યુમનનગર પોલીસે₹ ૨,૬૬,૦૧૨ ની કિંમત ના ૧૬ મોબાઈલ મૂળ માલિકને પરત કરીને ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર નું સૂત્ર સાકાર કર્યું હતું.