Morbi,તા.05
વાંકાનેરના જડેશ્વર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે લોકમેળાનું આયોજન કરાય છે જે મેળામાં આવેલ એક પરિવારનું બાળક માતાપિતાથી વિખૂટું પડી ગયું હતું જેથી વાંકાનેર તાલુકા પોલીસે બાળકના માતાપિતાને શોધી કાઢી બાળકનું સુખદ મિલન કરાવ્યું હતું
વાંકાનેરના જડેશ્વર મેળામાં પોલીસ ટીમ બંદોબસ્તમાં હોય દરમિયાન માહીનુરબેન (ઉ.વ.૦૮) નામની બાળકી મળી આવી હતી એક ચાર વર્ષનું બાળક મળી આવ્યું હતું, ત્રણ વર્ષનો નીલેશ મળી આવ્યો હતો તેમજ નવ વર્ષનો રાહુલ સહિતના બાળકો પરિવારથી વિખુટા પડી ગયા હતા જે બાળકોના વાલીને શોધી કાઢી વાંકાનેર તાલુકા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું