Morbi,તા.28
મહેન્દ્રનગર ગામ પાસેથી ૫ વર્ષની બાળકી ગુમ થઇ હતી અને પરિવારથી વિખૂટી પડી ગઈ હતી જે બાળકીના પરિવારને શોધી સીટી બી ડીવીઝન પોલીસની શી ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તા. ૨૭ ના રોજ સવારના અગિયાર વાગ્યે નવા મહેન્દ્રનગર પાસેથી આશરે ૫ વર્ષનું બાળક મળી આવ્યું હતું જેથી બાળકને પોલીસ મથકે લાવી બી ડીવીઝનની શી ટીમને બાળકીનો કબજો સોપ્યો હતો ટીમે વાલીવારસ શોધવા કવાયત હાથ ધરી હતી બાળકી હિન્દીમાં બોલતો હોવાથી તેને સાથે રાખી વાલીને શોધવા પ્રયત્ન કર્યા હતા અને મહેન્દ્રનગર પાસે હનુમંત એપાર્ટમેન્ટમાં વોચમેનનં કામ કરતા મનોજભાઈ બલબીરભાઈ થાપા (ઉ.વ.૩૦) વાળાને શોધી ખાતરી કરી બાળકી માતાપિતાને સોપી હતી