Bhavnagar તા. 15
ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી મળેલ કે, એક સફેદ કલરનો ટ્રક બરવાળા તરફથી વલ્લભીપુર તરફ આવી રહેલ છે તે ટ્રક માં ચોર ખાનુ બનાવી તેમા વિદેશી દારૂ ભરેલ છે.
જે બાતમી આધારે નવાગામ ઢાળ અયોધ્યાપુરમ પાસે વોચમાં રહેતા ભગીરથસિંહ ગજુભા ગોહિલ ઉ.વ.29 રહે.હીર ઓમ સ્કુલની બાજુમાં,ટાંકી પાસે, ગંગાજળીયા વલ્લભીપુર જી.ભાવનગર,વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ ઉ.વ.31રહે.સાદાણી પાટી, પરા વિસ્તાર,પચ્છેગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળા ટ્રકમાં ભરેલ ઇંગ્લીશ દારૂના ફોર સેલ ઇન દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દિવ ઓન્લી લખેલ દારૂ ભરેલ બોટલોના જથ્થા સાથે હાજર મળી આવેલ.
તેઓ વિરૂધ્ધ ભાવનગર ના વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાંપ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જયારે અનિલભાઈ રહે.સેલવાસ અને જીતુભાઈ ઢીલા રહે.નેસડા તા.શિહોર જી.ભાવનગર વાળાને ઝડપી લેવા તજવીજ હાથ ધરાય છે.

