Morbi,તા.22
ગત તા. ૧૯ ના રોજ એક ત્યજી દેવાયેલ પુરુષ જાતિનું બાળક આશરે ત્રણથી ચાર દિવસનું મળી આવ્યું હતું જેથી પોલીસે તાત્કાલિક બાળકને સારવાર અર્થે ખસેડી જરૂરી સારવાર આપી હતી તેમજ ટંકારા પોલીસની સી ટીમ દ્વારા સતત બાળકની દેખરેખમાં હાજર રહીને સંભાળ માટે બેબીકેર કીટ અને નવા કપડાની વ્યવસ્થા કરી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ડોકટરો સાથે બાળકની તબિયત અંગે સતત ચર્ચા કરી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિને ટંકારા પોલીસે સાર્થક કરી હતી