Surendranagar, તા.14
પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારી, લીંબડી ડિવિઝન જીલ્લામાં બનાતા ચોરીઓના ગુનાઓ ડિટેકટ કરી આરોપીઓને પકડી પાડવા પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અંગે વી.કે.ખાંટ પોલીસ ઇન્સ્પેકટર થાનગઢ પોલીસ સ્ટેશનનાઓએ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ.
જે અનુસંધાન વી.કે.ખાંટ તથા પો.હેડ.કોન્સ. આર.જી.બારૈયા તથા પો.કોન્સ. અભયરાજસિંહ ધનુભા એમ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો થાનગઢ પો.સ્ટે.ના વિજળીયા ગામેથી શેરીમાં બહાર બજારમાં રાખેલ છકડો રીક્ષા જેના રજી. નં. જીજે 13 એવી 2092 વાળાની કિંમત રૂા 1 લાખ વાળો ગઇ તા. 03-10ના રાત્રીના આશરે સાડા સાતેક વાગ્યથી તા. 4-10ના સવારના આશરે સાતેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી ગયેલ હોય જે ચોરીના ગુનાના આરોપીની સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સ આધારે ઓળખ કરી આરોપી રાહુલ પુનમભાઇ દાણા જાતે અનુ.જાતિ ઉ.વ.22 હાલ રહે. જામનગર લાલવડી આવાસ શેરી નં.1 બ્લોક નં. 4 રૂમ નં.6 તા. જી. જામનગર મુળ રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગરવાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડી ગુનાના કામકે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
રાહુલભાઇ પુનમભાઇ દાણા જાતે અનુ.જાતિ ઉ.વ.22 હાલ રહે. જામનગર લાલવડી આવાસ શેરી નં.01 બ્લોક નં. 4 રૂમ નં.6 તા. જી. જામનગર મુળ રહે. વીજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર.