Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચિપ હોય કે શિપ ભારતમાં બનાવો : Modiનો નવો મંત્ર

    September 20, 2025

    યુદ્ધ કેમ લડવુ-ઝડપથી પૂરૂ કરવું એ દુનિયાએ ભારત પાસેથી શિખવાની જરૂર છે: Air Chief Marshal

    September 20, 2025

    Khambhaliya-Dwarka highway: પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના મોત

    September 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચિપ હોય કે શિપ ભારતમાં બનાવો : Modiનો નવો મંત્ર
    • યુદ્ધ કેમ લડવુ-ઝડપથી પૂરૂ કરવું એ દુનિયાએ ભારત પાસેથી શિખવાની જરૂર છે: Air Chief Marshal
    • Khambhaliya-Dwarka highway: પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના મોત
    • India vs West Indies Tests 2025,અમારા બોલર ભારતમાં 20 વિકેટ લેવામાં સક્ષમ’
    • India-Pakistan match અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો
    • ‘Rohit મારા મેન્ટર, કોહલી રમૂજી…’ યશસ્વી જયસ્વાલે દિગ્ગજોના અનેક રાજ ખોલ્યા
    • BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે, હરભજન સિંહ રેસમાં
    • Arshdeep T20Iમાં 100 વિકેટો ઝડપી અનેક રૅકોર્ડ ધ્વસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Political masterstroke : ચૂંટણીવાળા રાજયો માટે 15 ઓગસ્ટે મોટા એલાન
    રાષ્ટ્રીય

    Political masterstroke : ચૂંટણીવાળા રાજયો માટે 15 ઓગસ્ટે મોટા એલાન

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બિહાર – આંધ્રપ્રદેશને સાચવી લીધા બાદ હવે વિધાનસભા ચૂંટણી ધરાવતા મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ જેવા રાજયો માટે સ્વાતંત્ર્ય દિને ખાસ પેકેજ આપવાની રણનીતિ

    New Delhi,તા.24
    કેન્દ્રની મોદી સરકાર 3.0 ના પ્રથમ સામાન્ય બજેટમાં ગઠબંધન સરકારની છાપ સ્પષ્ટ રીતે જોવા મળી છે.સરકારે બજેટથી ન માત્ર પોતાના ગઠબંધનને મજબુત કર્યું છે.બલકે પોતાના સમર્થક વર્ગને પણ સાવધાની પૂરી કરવાની કોશીશ કરી છે. જોકે આ બધાની વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીવાળા રાજયોની વધુ ચિંતા નથી જોવા મળી.

    ખાસ કરીને મહારાષ્ટ્ર અને અને હરીયાણાનો બજેટમાં ઉલ્લેખ નથી થઈ શકયો. અલબત ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરનું નામ તો આવ્યું પણ ચૂંટણીની દ્રષ્ટિએ તેને લોભાવવાની કોશીશ નથી કરાઈ. બજેટ પર લોકસભા ચૂંટણીના પરિણામોની અસર તો જોવા મળી પરંતુ આવનારી ચાર વિધાનસભા ચૂંટણીને લઈને વધુ કંઈ જોવા મળ્યુ.

    આથી તાત્કાલીક રીતે આ રાજયોની રાજનીતિ પર અસર પડી શકે છે. ત્રણ મહિના પછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે.સામાન્ય બજેટમાં આ રાજયોને લઈને અલગથી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. જેવી રીતે બિહાર અને આંધ્રપ્રદેશ માટે કરાઈ છે.ભાજપ આ રાજયોમાં જનતા વચ્ચે વધુ કાંઈ કહેવાની સ્થિતિમાં નહીં રહે.

    ગઠબંધનને સાધવામાં ભાજપની આ પ્રકારની મુશ્કેલી છે પણ 6 મહિના બાદ ફરી બજેટ આવવાનું છે.ત્યારે બની શકે કે ભાજપ પોતાની રાજનીતિનાં હિસાબે કેટલીક નવી જાહેરાતોને લઈને આવે.

    આગામી ચૂંટણીનું લઈને સૌની નજર નાણામંત્રીનાં ભાષણ પર હતી. તેમાં મહારાષ્ટ્ર કે હરિયાણાનો ઉલ્લેખ જ નહોતો થયો.ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરને વધુ કંઈ નથી મળ્યું.ઝારખંડ માત્ર સરકારની પૂર્વોદય યોજનાનો ભાગ બન્યો તો જમ્મુ-કાશ્મીરને પોતાની વિશેષ પરિસ્થિતિઓને લઈને સુરક્ષા જરૂરત કરતા વધુ મળી છે.

    પરંતુ એટલી પણ નહિં કે તેને ચૂંટણી દ્રષ્ટિએ ખાસ માનવામાં આવે.સ્વાતંત્ર્ય દિન પર્વે વડાપ્રધાન મોદી જયારે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરશે ત્યારે પણ કેટલીક નવી જાહેરાતો થઈ શકે છે.જેમાં ચૂંટણી રાજયોનું ધ્યાન રાખી શકાય.

     સરકારની મજબૂતીને પ્રાથમિકતા 
    બજેટમાં ભાજપે ગઠબંધનની ગાંઠ મજબુત કરી છે.બન્ને મુખ્ય સહયોગી દળો કે જે કેન્દ્ર સરકારની મજબુતી માટે ખૂબ જ મહત્વના છે. જદયુ અને ટીડીપી આ બજેટથી ખુશ થશે.કારણ કે તેમને તેમની સતાવાળા રાજયોમાં સૌથી વધુ મળ્યું છે.ભાજપના શાસનવાળા અનેક રાજયોએ નિરાશ થવુ પડયું.

    વડાપ્રધાન મોદી માટે પોતાના ત્રીજા કાર્યકાળનું પહેલુ બજેટ ઘણુ પડકારજનક હતું.કારણ કે આ વખતે ભાજપની પોતાની બહુમતી નહોતી અને તે સહયોગીઓના સહારે જ બહુમતી હાંસલ કરી શકયુ હતું. તેમાં બિહાર અને આંધ્રપ્રદેશમાં ગઠબંધન સહયોગી સતારૂઢ જદયુ અને ટીડીપી મુખ્ય હતા.

     વડીલોને આ વખતે બજેટમાં નિરાશા મળી 
    વડીલોને આ વખતે નિરાશા સાંપડી.કારણ કે તેમને આશા હતી કે બધા સિનિયર સિટીઝનોને આયુષ્યમાન યોજનામાં સામેલ કરવામાં આવી શકે છે. મધ્યમ વર્ગ અને નોકરીયાત લોકોને આકર્ષવા સરકારે નવી કર સિસ્ટમમાં કેટલાંક ફેરફાર તો કર્યા છે પણ મોટા લાભની સંભાવના નથી બની. સરકારનું લક્ષ્ય વિકસીત ભારતના લક્ષ્યને હાંસલ કરવાનુ રહ્યું જેથી એ ક્ષેત્રમાં વધુ ફાળવણી કરાઈ.

     ભવિષ્યની રણનીતિ 
    બજેટનું મહત્વનું પાસુ એ રહ્યું કે ભાજપે પોતાના ભવિષ્યની રણનીતિ અંતર્ગત જે ચાર જાતિઓનો ઉલ્લેખ કરીને લોકસભાનો ચૂંટણી જંગ લડયો હતો. તેના પર તેનું ફોકસ યથાવત રહ્યું તેમાં ખેડુત, મહિલા, યુવા, અને ગરીબ સામેલ છે.

    ભાજપનું માનવુ છે કે, તેની વિભિન્ન યોજનાઓનાં લાભાર્થીઓ સુધી તે લોકસભા ચૂંટણીમાં પુરી રીતે પહોંચી નથી શકી, જેથી તેને એટલો લાભ નથી મળ્યો જેટલો મળવો જોઈએ.આ કારણ છે કે ગરીબ, ખેડુત, યુવાન અને મહિલાઓને મજબૂત કરવામાં કોઈ કસર ભાજપ નહિં છોડે.

    August 15 Big announcement New Delhi Political masterstroke
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    યુદ્ધ કેમ લડવુ-ઝડપથી પૂરૂ કરવું એ દુનિયાએ ભારત પાસેથી શિખવાની જરૂર છે: Air Chief Marshal

    September 20, 2025
    રાષ્ટ્રીય

    Delhi ની અનેક સ્કુલોને વધુ એકવાર બોમ્બની ધમકી મળતા અફડાતફડી

    September 20, 2025
    રાષ્ટ્રીય

    અમારી નિયતિ અમે સ્વયં નકકી કરી છે અને ઓપરેશન સિંદૂર તેનું ઉદાહરણ છે: Rajnath Singh

    September 20, 2025
    રાષ્ટ્રીય

    Income Tax માં રૂા.700 કરોડના બોગસ કરમુક્તિના દાવા થયા

    September 20, 2025
    રાષ્ટ્રીય

    PM ને અનોખી ભેટ : 10 કિલોમીટર લાંબા કેન્વાસ પર પેઇન્ટિંગ કરી રેકોર્ડ બનાવ્યો

    September 20, 2025
    રાષ્ટ્રીય

    India ના Gen-Z બંધારણ બચાવશે, વોટ ચોરી અટકાવશે : રાહુલના સૂચક વિધાનો

    September 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચિપ હોય કે શિપ ભારતમાં બનાવો : Modiનો નવો મંત્ર

    September 20, 2025

    યુદ્ધ કેમ લડવુ-ઝડપથી પૂરૂ કરવું એ દુનિયાએ ભારત પાસેથી શિખવાની જરૂર છે: Air Chief Marshal

    September 20, 2025

    Khambhaliya-Dwarka highway: પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના મોત

    September 20, 2025

    India vs West Indies Tests 2025,અમારા બોલર ભારતમાં 20 વિકેટ લેવામાં સક્ષમ’

    September 20, 2025

    India-Pakistan match અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો

    September 20, 2025

    ‘Rohit મારા મેન્ટર, કોહલી રમૂજી…’ યશસ્વી જયસ્વાલે દિગ્ગજોના અનેક રાજ ખોલ્યા

    September 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચિપ હોય કે શિપ ભારતમાં બનાવો : Modiનો નવો મંત્ર

    September 20, 2025

    યુદ્ધ કેમ લડવુ-ઝડપથી પૂરૂ કરવું એ દુનિયાએ ભારત પાસેથી શિખવાની જરૂર છે: Air Chief Marshal

    September 20, 2025

    Khambhaliya-Dwarka highway: પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના મોત

    September 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.