Mumbai, તા. 1
દેશના પાટનગર નવી દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી ત્યાં મુંબઇમાં વાયુ પ્રદુષણ વધતા અહીં ગ્રેપ-4 લાગુ કરી દેવામાં આવ્યો અને આજથી જ મુંબઇમાં તમામ પ્રકારના બાંધકામ અને તોડફોડ પર પ્રતિબંધ લાદી લેવામાં આવ્યો છે.
મુંબઇ મહાનગરપાલિકાએ આ અંગે સવારથી જ વિવિધ વિસ્તારોમાં ટીમ દોડાવી હતી અને બાંધકામને રોકવા આદેશ આપ્યો છે. મુંબઇમાં એર કવોલીટી ઇન્ડેક્ષ 300થી વધુ એ પહોંચી જતા મુંબઇ મહાનગરપાલિકાએ આજે સવારથી જ તમામ પ્રકારના બાંધકામો રોકાવી દીધા છે.
છેલ્લા કેટલાક દિવસથી મહાનગરમાં એર કવોલીટી ઇન્ડેક્ષ અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો હતો અને ગઇકાલે રાત્રે પણ મુંબઇ અને તેના આસપાસના વિસ્તારમાં જે રીતે શ્વાસ લેવામાં પણ તકલીફ ઉભી થઇ હતી તે પછી મોડી રાત્રે આ નિર્ણય લેવાયો હતો.
બીજી તરફ વડાપ્રધાન કાર્યાલયે પ્રદુષણની સ્થિતિ મુદે હવે અત્યંત ગંભીરતાથી ખાસ કરીને ડસ્ટ કંટ્રોલ એટલે કે જે હવામાં ધુળના રજકરણો ઉડે છે તેના કારણે પ્રદુષણ થઇ રહ્યું હોવાનું નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે જણાવતા દેશભરમાં બાંધકામ સાઇટ અને આ પ્રકારે બાંધકામ મટીરીયલની હેરાફેરી સહિતના ખાસ પ્રકાર આદેશો બહાર પાડવાની તૈયારી છે અને તેના કારણે વાતાવરણમાં હવામાં પ્રદુષણ ઘટશે તેવો અંદાજ છે.

