Himmatnagar,તા.૪
હિંમતનગરમાં એ. આર. કન્સલ્ટન્સી નામની પેઢી સામે ૩ કરોડ ૪૨ લાખ ૯૧ હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ સૂત્રને આ પેઢીએ હિંમતનગરમાં સાચું ઠેરવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી માસિક ૩ થી ૧૦ ટકા સુધીનું ઉંચું વ્યાજ આપનાર પેઢી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ વ્યાપ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરિયા વિસ્તાર નજીક આવેલ પ્રથમ સ્ક્વેરમાં છેલ્લા કેટલાક સમયથી એ.આર.કન્સલ્ટન્સી નામની પેઢી થકી પોન્ઝી સ્કીમનું મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. શહેરના હાર્ડ સમા વિસ્તારમાં એ.આર.કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા સૌથી વધુ એજન્ટો થકી રોકાણકારોને પોન્ઝી સ્કીમમાં રોકાણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા.આરબીઆઇના નિયમો નેવે મૂકી શહેરની વરચે આવેલ પ્રથમ સ્કેવર કોમ્પ્લેક્ષમાં એ.આર.કન્સલ્ટન્સી નામની આલીશાન ઓફિસ બનાવાઈ હતી.
જ્યાં કામ કરનાર એજન્ટો સહિત વ્યક્તિઓ રોકાણકારોને ઉંચા વ્યાજદરની લોભામણી લાલચ આપી માસિક ૩ થી ૧૦ ટકા સુધીનું વ્યાજદર આપવાની વાત કરવામાં આવતી હતી. એજન્ટોને મોટું પેકેજ સહિત ટકાવારી આપી રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયાનું રોકાણ પોન્ઝી સ્કીમમાં કરવામાં આવતું હતું. છેલ્લા કેટલાક સમયથી પોન્ઝી સ્કીમમાં રોકાણકારો કંપનીના સટલ બંધ જોઈ ચિંતિત બન્યા છે.
લોભામણી લાલચ સહિત પોન્ઝી સ્કીમમાં રોકાણ કરેલ નાણાં સહિત વ્યાજદર ન મળતા પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકારે એ.આર.કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ ચલાવનારા લોભિયાઓ સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ૩ કરોડ ૪૨ લાખ ૯૧ હજારની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકાર સહિત દસ જેટલા અન્ય રોકાણકારોએ પુષ્પરાજસિંહ ની ફરિયાદમાં સાક્ષી બની ૩ કરોડ ૪૨ લાખ ૯૧ હજારની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવનાર એજન્ટો સહિત રોકાણકારોની ચિંતાઓ વધી રહી છે.
ડીવાયએસપી એ.કે. પટેલે જણાવ્યું કે, લેપટોપ, દસ્તાવેજો અને પુરાવા જપ્ત કર્યા છે. લોભામણી સ્કીમ મામલે ફરિયાદ નોંધાઈ છે. સાથોસાથ પ્રથમ સ્કેવરની એ.આર.કન્સલ્ટન્સી પેઢીમાં પોલીસે તપાસ દરમિયાન લેપટોપ, ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજ ઝપટ કર્યા છે. અને આરોપીઓને ઝડપી લેવા સર્વેલન્સ સહિતની ટીમો કામે લાગી છે.
પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમારે એડવાયઝરી માટે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે જેમાં અજયસિંહ રજુસિંહ મકવાણા, ભાગ્યોદય સોસાયટી, હિંમતનગર,રજૂસિંહ લાલસિંહ મકવાણા, ભાગ્યોદય સોસાયટી, હિંમતનગર,વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા, જુના બળવંતપુરા, હિંમતનગરનો સમાવેશ થાય છે